ભાવનગર જીલ્લામાં ત્રિવેણી કલ્યાણ સંસ્થા, કળસાર ખાતે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ કાર્યક્રમમાં બચત અને ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલા મંડળોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ કહ્યું કે, રોજગારી સાથે આર્થિક રીતે સ્વતંત્ર થતી મહિલા એ જ વાસ્તવમાં ખરી સ્વતંત્રતા છે. આર્થિક સ્વતંત્રતા તેને સ્વમાન સાથે આત્મનિર્ભર પણ બનાવે છે. સ્ત્રી માત્ર પરિવાર કેન્દ્રીત ન રહેતાં સમાજ તથા દેશના વિકાસ માટે તેમનું યોગદાન આપે તે પણ એટલું જ જરૂરી છે.

ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ગ્રામનિર્માણ સમાજ પ્રેરિત મહિલા મંડળ આયોજિત વિશ્વ મહિલા દિવસ અનુસંધાને પૂર્વગ્રહ તોડો માનસિકતા બદલો અને આગળ વધો તેવાં વિષયવસ્તુ સાથે યોજાયેલાં આ મહિલા સન્માનના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પૂર્વ ધારાસભ્ય કનુ કલસરીયા અને મહાનુભાવોના હસ્તે બચત અને ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓ તથા મંડળોનું સન્માન જાહેર સન્માન કરાયું હતું.