-
શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં
-
પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટ દૂર સર્જાય ઘટના
-
રીક્ષા ડ્રાઇવર અને સીટી બસ ડ્રાઇવર વચ્ચે બબાલ
-
મારામારીની ઘટનાના CCTV ફૂટેજ વાઇરલ થયા
-
સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના ઘોઘા ગેઈટ પાસે રોડની વચ્ચે આડી પાર્ક કરેલી રિક્ષાને હટાવવા માટે સીટી બસના ડ્રાઇવરે રિક્ષા ચાલકને કીધું હતું, આ સામાન્ય બાબત પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. મામલો એટલો બિચક્યો કે રિક્ષા ચાલકે ઉશ્કેરાઈને બસ પર ઈંટડા અને બ્લોક ફેંકવાનું શરૂ કરી દીધું હતું.
હુમલાને કારણે બસના કાચ ધડાધડ તૂટી પડ્યા હતા, જેના લીધે બસમાં બેઠેલા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ, રીક્ષા ડ્રાઇવર અને સીટી ડ્રાઇવર વચ્ચે મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટ દૂર મુખ્ય રોડ પર બન્યો હતો. પોલીસ ચોકીની આટલી નજીક આવી ઘટના બનતા સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને ભાવનગરમાં જાહેર સુરક્ષાની સ્થિતિ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
