Connect Gujarat
Featured

ભાવનગર : તાઉટેની ભયાનક દસ્તક, જિલ્લામાંથી 19 હજાર લોકોનું સ્થળાંતર

ભાવનગર : તાઉટેની ભયાનક દસ્તક, જિલ્લામાંથી 19 હજાર લોકોનું સ્થળાંતર
X

ભાવનગર જિલ્લામાં સલામતીના ભાગરૂપે દરિયા કાંઠા વિસ્તારના ૧૯,૩૭૩ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરી દેવામાં આવ્યાં છે. વાવાઝોડાની અસર ભાવનગર જિલ્લામાં થવાની પ્રબળ સંભાવનાને જોતાં તંત્ર કામે લાગી ગયું છે.

અરબ સાગરમાંથી સૌથી મોટી આફત જમીન તરફ પ્રયાણ કરી રહી છે. જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે165 થી 185 કીમી પ્રતિ ઝડપથી પવન ફુંકાશે તો ચારે તરફ વિનાશ જ વિનાશ જોવા મળશે. વાવાઝોડાની અગમચેતીના પગલારૂપે ભાવનગર જિલ્લાના ૧૧ તાલુકાના ૧૦૫ ગામોમાંથી સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે ૧૯,૩૭૩ લોકોનું કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે , જિલ્લાના મહુવા તાલુકાના ૧૪ ગામોમાંથી ૭,૨૯૧ , તળાજાના ૬ ગામોમાંથી ૩,૦૫૦ , ભાવનગર ગ્રામ્યના ૭ ગામોમાંથી ૨,૨૫૬ , ઘોઘના ૨ ગામોમાંથી ૮૧૦ , સીટી તાલુકાના ૧ ગામમાંથી ૧,૧૫૭ , પાલિતાણા તાલુકાના ૭ ગામમાંથી ૧,૪૪૦ , ગારિયાધાર તાલુકાના ૧૫ ગામમાંથી ૪૫૮ , સિહોર તાલુકાના ૫ ગામમાંથી ૧૩૦ , ઉમરાળા તાલુકાના ૧૧ ગામમાંથી ૯૮૦ , વલ્લભીપુર તાલુકાના ૧૬ ગામમાંથી ૧,૧૯૬ અને જેસર તાલુકાના ૨૧ ગામમાંથી ૬૦૫ સહિત કુલ ૧૯,૩૭૩ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે . જેમાં ૫,૭૧૬ સ્ત્રી , ૫,૯૭૬ પુરૂષ અને ૭,૬૮૧ બાળકોનો સમાવેશ થાય છે .

Next Story