/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/04163440/maxresdefault-34.jpg)
ભાવનગર-રાજકોટ હાઇવે પર મોપેડ ચાલક દંપતીને ટ્રક ડ્રાઇવરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડચાલક પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ભાવનગર-રાજકોટ હાઇવે પર વરતેજ નજીક ટ્રક અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક નંબર GJ 13 W 0569ના ચાલકે મોપેડસવાર દંપતીને અડફેટે લીધું હતું, ત્યારે મોપેડ ચાલક પતિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું ભેગું થયું હતું. બનાવની જાણ વરતેજ પોલીસ મથકે થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે.