ભાવનગર : વીસીઇના કર્મીઓની હડતાળથી મગફળીની ખરીદી અટકી, જુઓ કોણે કરી સરકારમાં રજુઆત

New Update
ભાવનગર : વીસીઇના કર્મીઓની હડતાળથી મગફળીની ખરીદી અટકી, જુઓ કોણે કરી સરકારમાં રજુઆત

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે.પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી કરતા વીસીઈ વેતન તેમજ અન્ય પ્રશ્નો સાથે હડતાળ પર છે ત્યારે હડતાળના પગલે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં. આ સમસ્યાનો જલદીથી હલ લાવવા તળાજાના ધારાસભ્યએ સરકારમાં રજુઆત કરી છે.

સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં ૧ ઓક્ટોબર થી ૨૦ ઓક્ટોબર સુધી ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, પરંતુ તાજેતરમાં વીસીઈના કર્મચારીઓની વેતન તેમજ પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલી હડતાળના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, હડતાળના કારણે ઓનલાઈન રજિસ્ટ્રેશન ની કામગીરી હાલ ખોરવાઈ ગઈ છે. સમય મર્યાદા વીતી જવા છતાં ખેડૂતો યોગ્ય સમયે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન  કરાવી શકે નહીં, તેવામાં ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવાથી વંચિત રહી જશે.

રાજ્ય સરકાર દ્વારા વીસીઈ સાથે તાત્કાલિક વાટાઘાટ કરી તેઓની સમસ્યાનો યોગ્ય ઉકેલ સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત  જેટલા દિવસ રજિસ્ટ્રેશન બંધ રહ્યું તેટલા દિવસોનો વધારો કરી આપવા તેમજ વરસાદના કારણે મગફળીમાં ગયેલ નુકસાનના કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડી છે ત્યારે મગફળીના પેકિંગમાં 30 કિલો પેકિંગના નિયમની જગ્યાએ જગ્યાએ ગાઈડ લાઈનમાં ફેરફાર કરી 25 કિગ્રા નું પેકીંગ રાખવા સુધારો કરવાની તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે.

Latest Stories