પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં બની રહેલી વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. મોદીના વેક્સિન ટૂર પછી પુણે સ્થિતિ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદર પૂનાવાલાએ વેક્સિનની તૈયારી વિશે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે આગામી બે સપ્તાહમાં કોવીશીલ્ડના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી માટે અમે અરજી કરીશું.
ભારતમાં પાંચ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેમા પુણે સ્થિત SII કોવીશીલ્ડ બનાવી રહ્યું છે. કોવીશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવી રહી છે. આ વેક્સિન ભારતમાં અંતિમ તબક્કાના ટ્રાયલમાં છે.
વેક્સિનનું ટ્રાયલ બે રીતે કરાયું
કોવીશીલ્ડના અંતિમ તબક્કાનું ટ્રાયલ બે રીતે કરાયું છે. પ્રથમમાં તેની 62% અસર જોવા મળી, જ્યારે બીજામાં 90%થી વધારે. સરેરાશ જોઈએ તો તે 70% આસપાસ છે. SII ના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરનો દાવો હતો કે વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે.
જાન્યુઆરીથી દર મહીને 5-6 કરોડ વેક્સિન બનવા લાગશે. જાન્યુઆરી સુધીમાં 8થી 10 કરોડ ડોઝનો સ્ટોક તૈયાર થશે. સરકારની પરવાગી મળતાની સાથે જ સપ્યાઈ શરૂ કરાશે.