બિહાર : અંતિમ પરિણામ માટે મોડી રાત સુધી જોવી પડશે રાહ: ચૂંટણી પંચ

New Update
બિહાર : અંતિમ પરિણામ માટે મોડી રાત સુધી જોવી પડશે રાહ: ચૂંટણી પંચ

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. પરિણામોમાં ભાજપ સૌથી મોટો પક્ષ અને એનડીએ ગઠબંધન સરકાર બનાવવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. બહુમતના આંકડાને એનડીએ પાર કરી બિહારમાં ફરીથી સરકાર બનાવશે, જ્યારે મહાગઠબંધન પાછળ ચાલી રહ્યું છે. જોકે, ચૂંટણી પંચનું કહેવું છે કે આ વખતે અંતિમ પરિણામ માટે મોડી રાત સુધી રાહ જોવી પડી શકે છે. ત્યારે જ નક્કી થશે કે બિહારનો આગામી બિગ બોસ કોણ બનશે?

બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 માટે રાજ્યના મતદારોએ મતદાન મશીનોમાં પોતાનો આદેશ નોંધાવી દીધો છે. જનતાએ કોને જનાદેશ આપ્યો છે તેના વલણો હવે આવવા લાગ્યા છે. અત્યાર સુધીના વલણોમાં, બિહારમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. જો કે એનડીએ સ્થિત આંકડા પર ટકી રહી છે અને સરકાર પણ બનાવશે તેવા પરિણામો હાલ સામે આવી રહ્યા. ચૂંટણી પંચનું કહેવું છે કે અંતિમ પરિણામ માટે મોડી રાત સુધી રાહ જોવી પડી શકે છે.

સાંજ સુધીના વલણો અનુસાર બિહારમાં એનડીએ સરકાર રચાઇ રહી છે. એનડીએ લગભગ 130 બેઠકોનું વલણ ધરાવે છે અને મહાગઠબંધન 100 બેઠકોની નજીક આવી રહી છે. જ્યારે 10 બેઠકો અન્યના ખાતામાં જય રહી છે. હવે કેટલીક બેઠકો પર અંતિમ પરિણામ આવવાનું શરૂ થઈ રહ્યું છે, ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, અંતિમ ચિત્ર મોડી સાંજ સુધી સ્પષ્ટ થઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટી બિહારની બેઠકોની દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે અને 70 થી વધુ બેઠકો પર આગળ છે. જ્યારે આરજેડી બીજા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, આરજેડી હજી પણ 60 બેઠકો પર આગળ છે. મહાગઠબંધનમાં કોંગ્રેસ 20 બેઠકો પર આગળ છે, જ્યારે એનડીએની જેડીયુ 50 સીટો પર આગળ છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો મોડી રાત સુધી આવશે. કોરોના કટોકટીમાં, મતો ઘણી સાવચેતી સાથે ગણવામાં આવી રહ્યા છે, સાથે સાથે મતગણતરી બૂથની સંખ્યામાં પણ લગભગ 50 ટકાનો વધારો થયો છે. એવી ઘણી બેઠકો છે જ્યાં આ વખતે 19 થી 51 રાઉન્ડ સુધી મતની ગણતરી થવાની છે. હજુ પણ 2 કરોડથી વધુ મતોની ગણતરી બાકી છે.

બિહારમાં વલણ સતત બદલાઈ રહ્યું છે, શરૂઆતમાં મહાગઠબંધન આગળ હતું, ત્યારબાદ એનડીએ હવે આગળ છે. આવી સ્થિતિમાં સમર્થકોની ઉજવણી પર પણ અસર પડી રહી છે. બપોરે એનડીએ સમર્થકોએ ઢોલ વગાડવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ જ્યારે ચૂંટણી પંચે કહ્યું હતું કે અંતિમ પરિણામ રાત્રે આવશે. તેથી હવે બંને ગઠબંધન દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે.

Latest Stories