બિહાર : જો એક્ઝિટ પોલ સાચા પડશે, તો તેજસ્વી યાદવ બનશે સૌથી યુવા સીએમ

બિહાર : જો એક્ઝિટ પોલ સાચા પડશે, તો તેજસ્વી યાદવ બનશે સૌથી યુવા સીએમ
New Update

9 નવેમ્બર 1989 ના રોજ જન્મેલા તેજસ્વી યાદવ સોમવારે 31 વર્ષના થશે. આવી સ્થિતિમાં જો તેજસ્વી યાદવ 31 વર્ષની ઉંમરે મુખ્યમંત્રી બને છે, તો રાષ્ટ્રીય જનતા દળ માટે તે એક મોટી સિદ્ધિ હશે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન શનિવારે પૂર્ણ થયું હતું. હવે તમામની નજર 10 નવેમ્બરના રોજ યોજાનારી મતગણતરી પર છે, કારણ કે તે જ દિવસે નક્કી કરવામાં આવશે કે બિહારના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે? જોકે, મોટા ભાગના એક્ઝિટ પોલમાં મળેલા અનુમાન મુજબ, યુવા તેજસ્વી યાદવ બેરોજગાર યુવાનોના જબરદસ્ત સમર્થનના આધારે બિહારની ચૂંટણીમાં સ્વીપ કરતાં જણાઈ રહ્યા છે. જ્યારે નીતિશ કુમાર સતત ત્રણ ટર્મ પછી સત્તામાંથી બહાર ફેંકાઇ રહ્યા છે. જો એક્ઝિટ પોલનાં પરિણામો સાચા સાબિત થાય છે, તો તેજસ્વી 31 વર્ષની વયે મુખ્યમંત્રી બનનારા દેશના સૌથી યુવા મુખ્યમંત્રી બનશે.

9 નવેમ્બર 1989 ના રોજ જન્મેલા તેજસ્વી યાદવ સોમવારે 31 વર્ષના થશે. આવી સ્થિતિમાં જો તેજસ્વી 31 વર્ષની ઉંમરે મુખ્યમંત્રી બને છે, તો રાષ્ટ્રીય જનતા દળ માટે તે એક મોટી સિદ્ધિ હશે. મળતી માહિતી મુજબ, એમ ઓ હસન ફારૂક એપ્રિલ 1967 માં માત્ર 29 વર્ષની ઉંમરે પુડ્ડુચેરીના મુખ્ય પ્રધાન બન્યા. તેમ છતાં પુડુચેરી એક કેન્દ્રશાસિત ક્ષેત્ર છે. આવી સ્થિતિમાં જો તેજસ્વી યાદવ બિહારના મુખ્ય પ્રધાન બને છે, તો તે કોઈ પણ રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બનશે. આ પહેલા સતીષ પ્રસાદ સિંહ બિહારના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે જાન્યુઆરી 1968 માં માત્ર 32 વર્ષની ઉંમરે સીએમ પદનો હવાલો સંભાળ્યો. તેમના પછી જગન્નાથ મિશ્રાનો નંબર આવે છે. તેઓ 38 વર્ષની વયે એપ્રિલ 1975 માં બિહારના મુખ્ય પ્રધાન બન્યા હતા.

આવી સ્થિતિમાં જો એક્ઝિટ પોલના અંદાજ સાચા પડે છે, તો 31 વર્ષની ઉંમરે તેજસ્વી દેશના સૌથી યુવા મુખ્યમંત્રી બનશે.

એક્ઝિટ પોલમાં, મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળે તેમ લાગે છે. એક્ઝિટ પોલ મુજબ, મહાગઠબંધન ચૂંટણીમાં બહુમતના આંકડાને પાર કરી જીત મેળવી શકે છે. જ્યારે એનડીએ મર્યાદિત સીટો સાથે પરાજીત થતી જોવા મળી રહી છે. 

#Connect Gujarat #Bihar #Bihar Election2020 #Election 2020 #Bihar Election #Bihar Exit Poll #Tejswi Yadav
Here are a few more articles:
Read the Next Article