બિહાર : નીતિશ કુમારે સાતમી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા

New Update
બિહાર : નીતિશ કુમારે સાતમી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા

નીતિશ કુમારે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ અવસર પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા. નીતિશ કુમાર સિવાય તારકિશોર પ્રસાદે પણ શપથ લીધા હતા. તારકિશોર કટિહારથી ધારાસભ્ય છે. તારકિશોર વૈશ્ય સમુદાયમાંથી આવે છે. 64 વર્ષના તારકિશોર ચાર વખતથી કટિહારથી ધારાસભ્ય રહ્યા છે.

તે સિવાય રેણૂદેવીએ મંત્રી પદના શપથ લીધા હતા. 60 વર્ષીય રેણૂ બેતિયાથી જીત્યા છે. વિજય ચૌધરીએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. તે નીતિશ કુમારના નજીકના મનાય છે. ઉપરાંત વિજેન્દ્ર યાદવે પણ મંત્રી પદના શપથ લીધા હતા. તે છેલ્લી સરકારમાં પણ ઉર્જા મંત્રી રહી ચૂક્યા છે. તે જેડીયુના ક્વોટામાંથી મંત્રી છે.  તે સુપૌલથી સતત 1990થી ધારાસભ્ય છે.

તે સિવાય સંતોષ સુમન, શીલા કુમારી, મેવાલાલ ચૌધરી, અશોક ચૌધરી, મંગલ પાંડે, મુકેશ સહની, શીલા કુમારી, મેવાલાલ ચૌધરીએ મંત્રીપદના શપથ લીધા હતા.

Latest Stories