અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ ફોસરોક કંપનીના ગેટ પાસે પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈકની ચોરી થતા જીઆઇડીસી પોલીસે તપાસ શરુ કરી છે. અંકલેશ્વરની ફોસરોક કેમિકલ કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા ભરત તડવી પોતાની બાઈક લઇને નોકરી પર આવ્યા હતા તેઓએ પોતાની બાઈકને કંપનીના ગેટની બહાર પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમ્યાન કોઈક બાઈક ચોર તેમની બાઈકની ચોરી કરી ગયો હતો. ભરત તડવીએ આ અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 60 હજારની કિંમતની બાઈકની ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર: જીઆઇડીસીમાં કંપનીના ગેટ પાસે પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈકની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરની ફોસરોક કેમિકલ કંપનીમાં કામ કરતાં ભરત તડવીએ પોતાની બાઈકને કંપનીના ગેટની બહાર પાર્કિંગમાં પાર્ક કરી હતી તે દરમ્યાન બાઈકની ચોરી થઈ ગઈ ભરૂચ | ગુજરાત | સમાચાર
