-
નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી
-
ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં વિપક્ષ નિષ્ફળ
-
11 વોર્ડની ચૂંટણી જંગમાં ભાજપે બહુમતી સાથે મારી બાજી
-
ભરૂચમાં વિકાસના નામે ફરી ખીલ્યું કમળ
-
AIMIM એ પણ 4 બેઠકો મેળવીને પોતાની હાજરી પુરાવી
ભરૂચ નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી આ જંગમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 29 બેઠકો પર વિજય પતાકા લહેરાવી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 10 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ 4 બેઠકો મેળવીને પોતાની હાજરી પુરાવી છે, તો એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
ચૂંટણી પરિણામો બાદ ભાજપના છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ વિજયના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. પાલિકામાં સ્પષ્ટ બહુમતી મળતા હવે આગામી સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રક્રિયા તેજ બનશે.
ભરૂચની જનતાએ ફરી એકવાર વિકાસના મુદ્દે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે તેવું સ્થાનિક નેતાઓ જણાવી રહ્યા છે. આમ, ભરૂચ નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનું શાસન સ્થાપિત થયું છે. હવે જોવાનું એ રહેશે કે નવી ટીમ ભરૂચના વિકાસના કામોને કેવી ગતિ આપે છે.
