• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રચાર-પ્રસાર વેગવંતો

  • શુક્લતીર્થ ગામ ખાતે ભાજપ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન

  • વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં સભા મળી

  • ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • પૂર્વ સરપંચ સહિત 25થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા 

ભરૂચ જિલ્લા પંચાયતની શુક્લતીર્થ-28 અને 4 તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી અંતર્ગત શુક્લતીર્થ ગામ ખાતે ભાજપ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ સરપંચ સહિત 25થી વધુ કોંગી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં શુક્લતીર્થ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીની જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતની શુક્લતીર્થ-28 અને 4 તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી અંતર્ગત આયોજિત સભામાં પૂર્વ સરપંચ યોગેશ માટીયેડા અને 25થી વધુ કોંગી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

શુક્લતીર્થ જિલ્લા પંચાયત-28 બેઠકના ઉમેદવાર જયરાજસિંહ પરમાર તથા 4 તાલુકા પંચાયત તવરાશુક્લતીર્થનિકોરા અને ઝનોર બેઠકની જનસંપર્ક સભામાં ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. આ સાથે જ વિકાસને વધુ વેગ આપવા માટે 100 ટકા મતદાનની અપીલ કરવામાં આવી હતી.