કેરળના ત્રિશૂર જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં 13 લોકોના કરૂણ મોત થયા. ફેક્ટરીમાં ઘણા લોકો દાઝી ગયા. ઘાયલોને આસપાસની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ અનુસાર, ઘટનાસ્થળેથી 10 મૃતદેહો મળ્યા, જ્યારે 3 લોકોના શરીરના અંગો મળી આવ્યા. દુર્ઘટના સમયે શેડમાં લગભગ 40 લોકો હાજર હતા. ફાયર બ્રિગેડ, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી, પરંતુ વારંવાર વિસ્ફોટ થવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી.
PM મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા તેમજ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. પીએમએ કહ્યું- જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.
