ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુષ્માન આરોગ્ય શિબિર એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જે અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લાભાર્થીઓને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, દવાઓ અને નિદાન આપવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃ સારવાર, બાળ રોગ, આંખના રોગ, નાક-કાન-ગાળાની તપાસ સહિત માનસિક આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ દર્દીઓને વિનામુલ્યે જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.