ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
ભરૂચ શહેરની આશ્રય સોસાયટી નજીક આવેલા શ્રી જગન્નાથ મંદિરમાંથી શ્રી જગન્નાથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ 21મી ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા ભક્તિભાવ અને પરંપરાગત ઢબે પ્રસ્થાન કરી હતી.રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સુશોભિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તેમજ ચૂંટાયેલા સભ્યો સહિતના મહાનુભાવોના હસ્તે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ રથયાત્રા અપના ઘર સોસાયટીથી અમીધરા સોસાયટી, નંદેલાવ, શ્રવણ ચોકડી, શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પુનઃ અપના ઘર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પરત ફરશે, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવશે.રથયાત્રામાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર માર્ગ જય જગન્નાથના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
