ભાવનગર : કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત, ઘટના CCTVમાં કેદ...

મળતી માહિતી અનુસાર, ગત તા. 13 ઓગષ્ટના રોજ રાત્રિના સમયે ભાવનગરના વલ્લભીપુર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

New Update
ભાવનગર : કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત, ઘટના CCTVમાં કેદ...

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-રાજકોટ હાઇવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 3 સહિત 4 સભ્યોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 13 ઓગષ્ટના રોજ રાત્રિના સમયે ભાવનગરના વલ્લભીપુર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. લક્ષ્મી પેટ્રોલ પંપ નજીક કાર નં. GJ-16-BG-9530 અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમરેલીનો આહીર પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. 40 વર્ષીય જીલુ આહીર તેમના પત્ની અને 2 પુત્રો સાથે કારમાં સવાર થઈ સુરતથી અમરેલી તરફ પોતાના વતને જઈ રહ્યા હતા, ત્યારે રાજકોટ હાઈવે પર 2 ડમ્પર ચાલક રસ્તા વચ્ચે વાહન ઊભું રાખી વાતો કરતાં હતા. હાઇવે પર પૂરઝડપે આવી રહેલી કાર ડમ્પર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર પતિ, પત્ની અને 15 વર્ષીય દીકરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 17 વર્ષીય દીકરાને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના 4 સભ્યોના મોતના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ અકસ્માતની ઘટનાના બહાર આવેલા CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.