Connect Gujarat
ગુજરાત

ભાવનગર : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટીંગ રેલી યોજાય, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

લોકસભા 2024ની ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

લોકસભા 2024ની ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકસભા 2024ની ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા કલેકટર આર.કે.મહેતા, મનપા કમિશનર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ દ્વારા રન ફોર વોટીંગ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્પેશ્યલ કેટેગરીમાં આવતા મતદારો માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લોકો મત આપવા માટે પ્રેરિત થાય તે માટે અલગ કેટેગરીના આકર્ષણ મતબુથ પણ ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટીંગ રેલી યોજવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગરની વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓના કર્મચારીઓ જોડાયા હતા.

Next Story