મામાનું ઘર કેટલે .... દીવો બળે એટલે ....

મામાનું ઘર કેટલે ....
દીવો બળે એટલે ....
New Update

વેકેશન કેટલો સુંદર શબ્દ છે જે સાંભળતા કે વિચારતા જ ચેહરો હર્ષ ઉલ્લાસ થી ખીલી જાય.વિદ્યાર્થી ના જીવનમાં આનંદ,સુખ,ઉર્જા અને યાદગાર પળો આપતો સમય, જેની કલ્પના માત્રથી થાક ઉતરી જતો હોય છે.

પરીક્ષા ચાલતી હોય ત્યારે જ હવે થોડા જ દિવસમાં વેકેશન પડશે એ વિચાર માત્ર વિદ્યાર્થીને મેહનત કરવા પ્રેરણા આપે છે. વાર્ષિક અભ્યાસ પૂર્ણ થયા પછી લાંબા ગાળાનું વેકેશન ના કોઈ પરીક્ષાની ચિંતા ના કોઈ ગૃહકાર્યની ચિંતા .... બસ મજા જ મજા.....

પરંતુ આ વેકેશનનો ઉત્સાહ ૧૦-૧૨ દિવસમાં જ પૂરો થઇ જાય છે .... પછી અસહ્ય ગરમીમાં બાળકો કંટાળે છે, ઘરમાં તેમની ધમાલ અને ક્રેએટિવ  મસ્તીથી વડીલો પણ અકળાય છે, ત્યારે ... આપણે બાળક ને શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રવૃત્તિ ના કરી શક્યા હોય એ જો બાળકોને કરવા મળે તો તેમને કાંઈક નવીનતા પણ લાગે અને તેમને મજા પણ આવે, અહીંયા એનો અર્થ એ નથી કે આજકલ દરેક જગ્યાએ શરૂ થઇ ગયેલા સમર કેમ્પ કે કોમ્પિટિશન માં પાર્ટ લેવો કે કોમ્પ્યુટર કોર્ષ કરાવવા મોકલી દો,ના .... ના ....

ત્યાં પણ એ જ ભાર એજ સ્પર્ધા એજ સરખામણી કૌશલ્ય ની આવડત ની થશે જે એને ભારરૂપજ હશે.

મારી આપ સૌને વિનંતી છે કે એમને શેરી મહોલ્લા ની ઓઉટડૉર રમતો રમવા દો, મામાને ઘરે લઇ જઈ એમને નવા મિત્રો સંબંધી સાથે રહેવાનો અવસર આપો, તમારા ધર્મગ્રંથનું વાંચન કરવો. આપણા બાળપણની જેમ એમને પણ મામાના ઘરની યાદગાર પળો એમને આપો.

ટી.વી - મોબાઈલથી દૂર પ્રકૃત્તિક વાતાવરણનો અનુભવ કરાવીએ, PUBJ અને Candy crush ની જગ્યાએ લંગડી કે ક્રિકેટ કે સત્તોડીયુ નો આનંદ કરવો, ફાઈવ સ્ટાર હોટેલ ના બદલે ઘરના ધાબા પર કે કંપાઉન્ડમાં ડિનર કરાવો,વિદેશ પ્રવાસને બદલે કોઈ ઐતિહાસિક કે ધાર્મિક સ્થળની મુલાકાત કરવો.

હું એક શિક્ષક તરીકે તમને ખાત્રી આપું છુ કે તમે તમારા વેકેશન પ્લાનમાં જો આટલો ફેરફાર કરશો તો આપના બાળકનો માનસિક વિકાસ , શારીરિક શક્તિ , કળા કૌશલ્ય , પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે ને થશે જ અને તે કુશળતાથી પ્રગતી કરી શકશે.

Blog બ્ય : ધ્રુતા રાવલ.    




#summer vacation #Blog #Dhruta Raval Blog
Here are a few more articles:
Read the Next Article