Connect Gujarat
બ્લોગ

બ્લોગ બાય જય વ્યાસ: રામાનંદ સાગરના રામાયણ સાથે સરખામણી કરશો તો “આદિપુરુષ” તમને નહીં ગમે, આધુનિક જમાનાના ભગવાન રામ અને લંકાપતિ રાવણ જોઈને દંગ રહી જશો

રઘુકુલ રીત સદા ચલી આઈ,પ્રાણ જાયે પણ વચન ન જાયે...રામાનંદ સાગરના દિગ્દર્શનમાં નાઈન્ટીઝના જમાનામાં દર રવિવારે રામાયણ ટીવી સિરિયલ શરૂ

બ્લોગ બાય જય વ્યાસ: રામાનંદ સાગરના રામાયણ સાથે સરખામણી કરશો તો “આદિપુરુષ” તમને નહીં ગમે, આધુનિક જમાનાના ભગવાન રામ અને લંકાપતિ રાવણ જોઈને દંગ રહી જશો
X

રઘુકુલ રીત સદા ચલી આઈ,પ્રાણ જાયે પણ વચન ન જાયે...રામાનંદ સાગરના દિગ્દર્શનમાં નાઈન્ટીઝના જમાનામાં દર રવિવારે રામાયણ ટીવી સિરિયલ શરૂ થતી તો રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ જોવા મળતો હતો. આજે રામાયણ પર એટલા માટે લખવાનો વિચાર આવ્યો કે એ સમયનું રામાયણ અને આજના સમયનું રામાયણ એટલે કે “આદિપુરુષ”...આદિપુરુષ આ એ જ ફિલ્મ છે કે જે ગતરોજ સિનેમા ઘરોમાં રીલીઝ થઈ છે જેમાં “બાહુબલી” પ્રભાસ ભગવાન શ્રી રામનું પાત્ર નિભાવી રહ્યા છે તો કિર્તિ સેનન માતા સીતાના રોલમાં છે. ફિલ્મ રીલીઝ થતાની સાથે જ ફિલ્મ વિવેચકોએ તેમના પ્રતીભાવ આપ્યા છે તો સાથે જ સિનેમા રસિકો દ્વારા પણ તેમના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે.

આધુનિક જમાનાનું રામાયણ એટલે “આદિપુરુષ”. આપણે રામાનંદ સાગરનું રામાયણ જોયું છે,માણ્યુ અને તેને જીવનમાં ઉતાર્યું છે. આ રામાયણ ટીવી સિરિયલના કુલ 78 એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા હવે એક એપિસોડ 30 મિનિટનો ગણીએ તો આ ટીવી સિરિયલ કેટલા કલાકની થાય એ તમે વાંચકો ગણતરી કરી જ શકો છો. હવે મૂળ બાત પર આવીએ તો આદિપુરુષ આજના આધુનિક જમાનાની ફિલ્મ છે. આદિ,અનંત અને અવિરત ચાલતા રામાયણને અઢીથી ત્રણ ક્લાકમાં દર્શાવવું એ આદિપુરુષ ફિલ્મના દિગ્દર્શકો અને પ્રોડ્યુશર માટે એક મોટો પડકાર જ હશે. હા આદિપુરુષમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર પ્રભાસની એક્ટિંગ દમદાર છે પરંતુ લંકાપતિ રાવણનું પાત્ર ભાવનાર સૈફ અલીખાનની એક્ટિંગ ઘણી સારી હોવા છતાએ તેમના લુક અને ગેટઅપના કારણે તેઓ રાવણ કરતા મુઘલ સામ્રાજ્યના રાજા વધુ લાગે છે

ફિલ્મમાં વચ્ચે વચ્ચે વાગતી રામ સિયા રામ..સીયા રામ જય જય રામ...આ ટ્યુન મન મોહી લે છે. જો કે ભગવાન શ્રી રામ પ્રભાસની એક્ટિંગ સાથે ફિલ્મમાં યુઝ કરવામાં આવેલ ગ્રાફિક્સ અને VFK અદભૂત છે. વાનર સેના અને સાથે જ લંકાપતિ રાવણની સેના જે રીતે ટેક્નોલીજીના ઉપયોગથી બતાવવામાં આવી છે એ ખરેખર સરાહનીય છે. આ ફિલ્મમાં સંવાદો પર વધુ ફોકસ ન કરવામાં આવ્યું હોવાનું લાગી રહયું છે. ફિલ્મમાં હનુમાનજીના મુખથી બોલાયેલ સંવાદ લંકા તેરે બાપકી...એ લોકોને ખટકી રહ્યો છે

ઓવરઓલ આજના જમાનાનું રામાયણ કદાચ આવુ જ હોય શકે...ગ્રાફિક્સ, VFK,કાનના પડદા ફાડી નાખતું મ્યુઝિક, કેરેક્ટરનો ગેટઅપ વગેરે વગેરે...પરંતુ આ રામાયણ સોરી “આદિપુરુષ” પણ એક વાર જોવી જ રહી !

Next Story