ફ્રેન્ડો : કેટલા લાફા મરાયા એ ગણશો તો વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે આ ફિલ્મ દ્વારા બીજી મા સિનેમા : ઋષિ દવે

દિગ્દર્શક વિપુલ શર્મા આપે કમાલ કરી ગુજરાતી ફિલ્મના કલાકારોને આપે કંઈ રીતે કન્વીન્સ કર્યા કે એક પાત્ર બીજા પાત્રને લાફો મારે, એકવાર નહિ, વારંવાર. તમાચાનો અતિરેક જોવો હોઈ તો ફ્રેન્ડો જરૂર જોજો. 

a
New Update

દિગ્દર્શક વિપુલ શર્મા આપે કમાલ કરી ગુજરાતી ફિલ્મના કલાકારોને આપે કંઈ રીતે કન્વીન્સ કર્યા કે એક પાત્ર બીજા પાત્રને લાફો મારે, એકવાર નહિ, વારંવાર. તમાચાનો અતિરેક જોવો હોઈ તો ફ્રેન્ડો જરૂર જોજો. 

નવરી બજાર, બેકાર, ગામનો ઉતાર એવી ચંડાળ ચોકડી કાનો (તુષાર સાધો) બકો (જય પંડ્યા) લાલો (દીપ વૈદ્ય) અને જીગો (કુશાલ મિસ્ત્રી) મિત્રો. ફ્રેન્ડો વારંવાર એકબીજાની યાદ દેવડાવે. 'જય અને વીરુ' જેવી મિત્રતા આપણા ચારેયની મિશાલ. કાનાને ખીંટીએ બાંધો તો સખણો થઈ જાય એવી સલાહ માની રાધિકા (ટવીંકલ પટેલ)ને જોતાની સાથે જ કાનો પ્રેમમાં પાગલ બને અને રજનું ગજ કરી એક પછી જુઠાણાની પરંપરા સર્જાય. 
દીકરીના બાપને એવી હોંશ હોય કે મારા ભાવિ જમાઈ જમીનદાર હોય, શહેરમાં ફ્લેટ બંગલા હોય, કેનેડા-અમેરિકા સેટલ થવાનું પાક્કુ હોય તો દીકરી રસ્તે રઝળે નહીં. આ બધી શરતો કાનો ચપટીમાં ઉકેલે તેના ત્રણ લઠીંગા મિત્રોની અવળચંડાઈ સાથે. કાનાના પિતા મહેનતકરા કિશાન વાસુભાઈ (પ્રશાંત બારોટ) માતા કુસુમ (જૈમિની ત્રિવેદી) દીકરાને પરણાવવા હરખઘેલી બને. 
બાબલો ડોન ચોકોબાર (ઓમ ભટ્ટ) ક્રીમ પેન્ટ પર રંગીન શર્ટ, ગળામાં બે સોનાની ચેઈન, ગોગલ્સ, તેલથી ચપોચપ ચોળેલા વાળ, બ્લેક કલરની 'થાર'માં બેસી ત્રણ બોડીગાર્ડ રાજુ, રાજા અને રીન્કુ એક પાસે હોકી, બીજા પાસે બેટ, ત્રીજા પાસે હેલ્મેટ. આર.આર.આરની ત્રિપુટી એક નંબરના ગુંડા લાગે એ ચોવીસે કલાક બાબલો ચોકોબારની સાથે. 
ચંપાકલી (શિવાની પાંડે) રાઈફલ ખભે રાખીને ગોગલ્સ સાથે એન્ટ્રી મારે ને બાબલો ચોકોબાર એનો પતિ હોવા છતા પાણી પાણી થઈ જાય. ગોરખધંધા છોડી, દુબઈમાં સેટલ થવાનું ફાઈનલ થાય અને સ્ટોરીમાં જ્યાં જાય ત્યાં કાના એન્ડ પાર્ટી સામે આવે.

જીગાદાન ગઢવી, તનિષકા સંઘવીના કંઠે સચિન જીગર સંગીત બેલડીએ એક ગીત ફિલ્માંકન થયું છે.

ચાંદ ને કહો આજે, આથમે નહી…

વાતો એવી તારી મારી….

ચાલતી રહે આ રાત, ચાલતી રહે સદા

મીઠી-મીઠી વાતો વાળી.

ફ્રેન્ડોમાં ચંડાળ ચોકડી જેટલીવાર મળે એટલી વાર દારૂની પાર્ટી કરે, વિદેશી બોટલમાં, પાંચ પોટલી અને કોલ્ડડ્રીંક નાંખેને કાનો એના ત્રણ ગીલેન્ડરોને પીવડાવે, જે ઇન્ટરવલ પહેલા સહ્ય પછી અસહ્ય. 

મેં શરૂઆતમાં જ લખ્યું છે કંઈ ગુજરાતી ફિલ્મમાં સૌથી વધારે પાત્રો એકબીજાને લાફા મારે છે, એનો વર્લ્ડ રેકોર્ડ એટલે ફ્રેન્ડો.

#film #Blog #Rushi Dave #Gujarati Movie #Frendo
Here are a few more articles:
Read the Next Article