/connect-gujarat/media/post_banners/665210b2f6f96c46c2887193706ec4dedbdb1d35e24bd742cf1b4b3ce1a0e3d7.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન જામનગરમાં સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે. સૌની યોજના આ બીજા અને ત્રીજા તબક્કાથી સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારને સિંચાઇ અને પીવા માટે શુદ્ધ પાણીનો પુરવઠો મળતો થશે.
સૌરાષ્ટ્રના ગામે ગામ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક ડગલું ભર્યું છે. વડાપ્રધાન 10મી ઓક્ટોબરના રોજ જામનગરથી રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજના લિંક-1 પેકેજ-5નું અને રૂપિયા 700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. આ યોજનાથી જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના નર્મદાના નીર પહોંચતા થશે.વડાપ્રધાનના હસ્તે સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5 નું લોકાર્પણ થશે. જેથી લાલપુર તાલુકા પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપીંગ સ્ટેશનથી અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામમાં નિર્મિત ફીડર પંપીંગ સ્ટેશન થી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયો સુધી પાણી પહોંચાડવામાં આવશે બીજી બાજુ સૌની સૌની યોજના ત્રીજા તબક્કાની વાત કરીએ તો રૂપિયા 700 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લિંક-3 ના પેકેજ-7 નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. જે અંતર્ગત કાલાવડ તાલુકાના ઝાલણસર ગામ પાસે નિર્મિત પંપીંગ સ્ટેશનથી પંપ દ્વારા જામનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 86થી વધુ ગામને સિંચાઇ અને પીવાના પાણીની સુવિધાઓનો લાભ મળશે સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થતા સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક જળાશયો પાણીથી છલકાશે