Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠ : વડાલીમાં ઓનલાઈન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં 2 લોકોના મોત, 2 લોકો ગંભીર...

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ઓનલાઇન મંગલાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે.

X

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ઓનલાઇન મંગલાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે. ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. જેમાં 2 લોકોના મોત, જ્યારે 2 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સાબરકાંઠ જિલ્લાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, વડાલીમાં એક પરિવારે ઈલેટ્રોનિક સામાનનું પાર્સલ મંગાવ્યું હતું. જે પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો. આ બનાવમાં 11 વર્ષની કિશોરી અને 30 વર્ષીય યુવકનું મોત થયું છે. બન્નેના મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વણઝારા જિતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું. જે પાર્સલ ઘરે પહોંચતા પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું, ત્યારે ઓનલાઈન મંગાવેલા ઈલેટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. આ ઘટનાને લઈ ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story