અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સરદાર પટેલ સેવા સમાજ દ્વારા આયોજન
મહા રક્તદાન શિબિર યોજાય
સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે આયોજન
રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
અંકલેશ્વરના સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા આર્ટિફિશિયલ લાઈટિંગ સિસ્ટમ પ્રા. લિ.ના સંયુક્ત ઉપક્રમે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી પુણ્યતિથિના અવસરે જીઆઈડીસીમાં આવેલ સરદાર ભવન ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે, જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે છે. તેમણે આયોજકોની સમાજોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, સમાજના આગેવાનો, ટ્રસ્ટના હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
