બોલિવૂડ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

New Update
બોલિવૂડ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

બોલિવૂડ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું ગત રાત્રે નિધન થયું હતું. 90 વર્ષીય એહસાન ખાનને  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. એહસાન ખાન હ્રદય રોગ, હાઇ બ્લડ પ્રેશર અને અલ્ઝાઇમર જેવી બિમારીઓ પણ હતી.  ગત રાત્રે તેમણે  મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી પરિવાર શોકમાં છે. 12 દિવસમાં પરિવારમાં વધુ એક સભ્યનું નિધન થતાં પરિવારને આઘાત લાગ્યો છે.

Advertisment

ગત 21 ઓગસ્ટના રોજ દિલીપ કુમારના ભાઈ અસલમ ખાનનું કોરોનાથી નિધન થયું હતું. અને આ 15 દિવસનાં સમય ગાળામાં દિલિપ કુમારના બે ભાઇઓના મૃત્યું થતાં તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. એહસાન ખાન અને અસલમ ખાનને ગત 15 ઓગસ્ટે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં

Advertisment