/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/06111435/74663704-e1622958296944.jpg)
બોલીવુડના દિગ્ગજ કલાકાર દિલિપકુમાર આજે પણ લોકોના ફેવરિટ છે. પરંતુ તેમના ચાહકો માટે પરેશાન કરનારા સમાચાર આવ્યા છે. દિગ્ગજ અભિનેતા દિલિપકુમારને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દિલિપકુમારની તબિયત એકવાર ફરીથી બગડી છે. આ જાણકારી સાયરાબાનોએ પોતે આપી. સાયરાબાનોએ જણાવ્યું કે દિલિપકુમારને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ છે. જેના કારણએ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અતે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020થી દિલિપકુમારની તબિયત સારી નથી. હવે મળતી માહિતી મુજબ તેમને થોડા દિવસ પહેલાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આથી તેમને હવે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓ ખુબ કમજોર થઈ ગયા છે અને તેમની ઈમ્યુનિટી પણ ઓછી થઈ ગઈ છે. ગત વખતે તેઓ જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા તો સાયરાબાનોએ કહ્યું હતું કે ફેન્સ તેમના માટે દુઆ કરે, તેઓ કમજોર છે.