Connect Gujarat
બિઝનેસ

રાજ્યમાં ૧૮૦૦૦ કરદાતાઓને જીએસટી વિભાગની નોટિસથી ફફડાટ

રાજ્યના જીએસટી વિભાગે ફરી એકવાર તવાહી બોલાવી છે. અમદાવાદમાં અંદાજે 4 હજાર અને રાજ્યના 18 હજાર કરદાતાને 2016-17ના વર્ષની સર્વિસ ટેક્સ ભરવાની નોટિસ પાઠવી છે.

રાજ્યમાં ૧૮૦૦૦ કરદાતાઓને જીએસટી વિભાગની નોટિસથી ફફડાટ
X

રાજ્યના જીએસટી વિભાગે ફરી એકવાર તવાહી બોલાવી છે. અમદાવાદમાં અંદાજે 4 હજાર અને રાજ્યના 18 હજાર કરદાતાને 2016-17ના વર્ષની સર્વિસ ટેક્સ ભરવાની નોટિસ પાઠવી છે. મળતી માહિતી અનુસાર ઇન્કમટેક્સ રિટર્ન ના ડેટા પરથી અમદાવાદના 4 હજાર કરદાતાઓ જેવા કે ડોક્ટર, આર્કિટેક્ટ, મકાનમાલિક, સબ કોન્ટ્રાકટર, ટેક્સટાઇલ જોબ વર્ક અને ટ્રાવેલ એજન્ટ ઈન્કમટેક્સના 26 એ અને રિટર્ન માં બતાવેલ વેચાણ પર સર્વિસ ટેકસ કેમ ન લાગે તે માટે નોટિસ પાઠવી છે. જીએસટી ડિપાર્ટમેન્ટે શરૂઆતમાં દરેક કરદાતાઓને પત્ર લખીને તેમના વર્ષ 2016-17 અને 2017-18ના રેકોર્ડ મગાવ્યા હતા. જે સામાન્ય રીતે કરદાતાએ અગાઉથી ડિપાર્ટમેન્ટને આપી હતી. તેમ છતાં ડિપાર્ટમેન્ટે આવા કરદાતાને સમન્સ આપીને રૂબરૂ સ્પષ્ટતા માટે બોલાવ્યા છે. કરદાતા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અને કરમાફી નો જવાબ ધ્યાને લીધા વગર એક સરખી નોટિસ ડોક્ટર, આર્કિટેકટ, મકાનમાલિકો, સબ કોન્ટ્રાક્ટરો, જોબ વર્કર અને ટ્રાવેલ એજન્ટોએ મુશ્કેલીમાં મૂકી દીધા છે.

Next Story
Share it