Connect Gujarat
બિઝનેસ

ગુજરાતમાં તાઇવાનની કંપની કરશે રૂ.1.75 લાખ કરોડનું રોકાણ

ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રીની ઉપસ્થિતિમાં આજે મહત્વના MoU કર્યા. રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે આજે સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ ની સ્થાપના માટેના MoU કર્યા.

ગુજરાતમાં તાઇવાનની કંપની કરશે રૂ.1.75 લાખ કરોડનું રોકાણ
X

ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રીની ઉપસ્થિતિમાં આજે મહત્વના MoU કર્યા. રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે આજે સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ ની સ્થાપના માટેના MoU કર્યા. જે માટે રૂ. 1.75 લાખ કરોડનું રોકાણ કરશે.આ MoU દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'PM મોદીનું સ્વપ્ન છે કે ભારતમાં સેમી કંડકટર નું ઉત્પાદન થાય. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત બની રહ્યું છે. ગુજરાતમાં મોટું રોકાણ થઇ રહ્યું છે. હું રોકાણકારોનું ગુજરાતમાં સ્વાગત કરૂ છું. આ પ્રોજેક્ટથી 1 લાખ લોકોને રોજગારી મળશે.' અમદાવાદ જિલ્લામાં આ પ્રોડક્શન યુનિટ સ્થપાશે.

આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, 'ગુજરાતમાં હવે સેમી કંડકટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ સ્થપાશે. તાઇવાનની કંપની ગુજરાતમાં આવે તે એક ગર્વની વાત છે. દુનિયાની સ્પર્ધામાં ગુજરાત પણ છે, આ એક ખૂબ મોટી સિદ્ધિ કહેવાય.' વેદાંતા ગ્રુપ ના ચેરમેન અનિલ અગ્રવાલે નિવેદન આપતા જણાવ્યું કે 'ગુજરાતમાં મોટા પ્રમાણમાં રોકાણ થઇ રહ્યું છે. મધ્યમ વર્ગના લોકોને મોટો લાભ થશે. ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ થકી રાજ્યમાં 1 લાખ લોકોને રોજગારી મળશે. આઈફોન, લેપટોપ અને કાર ખૂબ મોંઘા થઇ ગયા છે. સેમી કંડક્ટર ખૂબ મહત્વના છે. તાઇવાન પાછળ અમેરિકા અને અન્ય મોટા દેશો પણ લાગ્યા છે. તાઈવાન અને ભારત મળીને ચીન સામે લડી રહ્યાં છે. આ રોકાણ એ દેશમાં વટવૃક્ષ બની જશે. સેમી કંડકટર અને ડિસ્પ્લે ગ્લાસ નું પ્રોડક્શન 2 વર્ષમાં શરૂ થશે

Next Story