1 ઓગસ્ટ 2025થી ભારતની બેંકિંગ અને UPI સિસ્ટમમાં કંઈક મોટા ફેરફાર થવા જઇ રહ્યા છે…જાણો દરેક બદલાવની સંપૂર્ણ વિગતો
1. બેંકિંગ સુધારાની શરૂઆત
1 ઓગસ્ટ 2025થી દેશભરમાં બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં ઘણા ફેરાફર થવા જઇ રહ્યા છે. આ તમામ ફેરફારો બેંકિંગ કાયદા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર નવા UPI નિયમોના આધારે અમલમાં મૂકવામાં આવ્યા છે.
2. કાયદાકીય સુધારાનો હેતુ
આ સુધારાનો મુખ્ય હેતુ બેંક શાસન સુધારવાનો, થાપણદારો અને રોકાણકારોને વધુ સુરક્ષા આપવાનો તથા જાહેર ક્ષેત્રની બેંકોમાં ઓડિટ વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે. સહકારી બેંકોના સંચાલનમાં કોઇ પણ પ્રકારની ભૂલ ના જાય તે માટે જરૂરી ફેરફારો કરાયા છે.
3. પાંચ કાયદામાં સુધારાઓ
આ ફેરફારો મૂજબ કુલ 5 જુદા કાયદામાં 19 સુધારાઓ કરાયા છે. તેમાં RBI અધિનિયમ 1934, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, SBI અધિનિયમ 1955 અને બેંકિંગ કંપનીઓ અધિનિયમ 1970 તથા 1980નો સમાવેશ થાય છે.
4. નોંધપાત્ર વ્યાજની વ્યાખ્યા બદલાઈ
હવે 'નોંધપાત્ર વ્યાજ' માટે રોકાણ મર્યાદા ₹5 લાખથી સીધી ₹2 કરોડ સુધી વધારવામાં આવી છે. આ બદલાવ 1968 પછી પહેલી વખત થયો છે, જે કંપનીઓમાં રોકાણ કરવાની રીત બદલી શકે છે. સહકારી બેંકોમાં ચેરમેન અને પૂર્ણ સમય ડિરેક્ટર સિવાયના અન્ય ડિરેક્ટરો માટે કાર્યકાળની મર્યાદા 8 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે.
5. જાહેર બેંકો માટે નવી સગવડો
જાહેર ક્ષેત્રની બેંકો હવે દાવો ન કરેલા શેર, વ્યાજ અને બોન્ડની રકમ IEPF (Investor Education and Protection Fund) માં ટ્રાન્સફર કરી શકે છે. એ ઉપરાંત, હાઇ ક્વોલિટી ઓડિટરો માટે યોગ્ય મહેનતાણું ચૂકવવાની સત્તા પણ આપવામાં આવી છે.
6. UPI વ્યવહાર માટે નવી દૈનિક મર્યાદાઓ
NPCI દ્વારા દૈનિક પૈસા વ્યવહાર પર મર્યાદા મૂકી દેવામાં આવી છે. હવે બેલેન્સ ચેક ફક્ત 50 વખત અને લિંક કરેલા બેંક ખાતાં જોવા માટે દિવસમાં માત્ર 25 પ્રયાસો જ મંજૂર હશે. OTT સબ્સ્ક્રિપ્શન કે SIP હવે પીક અવર્સ દરમિયાન ન થઈ શકે. પીક અવર્સ એટલે સવારે ઓફિસ જવાનો સમય 10થી બપોરે 1 અને સાંજે 5થી રાત્રે 9:30 સુધી. અન્ય સમયગાળા દરમિયાન OTP ચાલુ રહેશે.
7. નિષ્ફળ વ્યવહારોની પ્રક્રિયા
જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે ત્યારે હવે ફક્ત 1 વખત પ્રયાસ અને વધુમાં વધુ 3 વાર ફરી પ્રયાસો જ થશે. ટ્રાન્ઝેક્શનનો સ્ટેટસ ચેક કરવા માટે 90 સેકન્ડ રાહ જોઈ, દિવસમાં માત્ર 3 વાર જ ચેક કરી શકાશે. ICICI બેંકે પેમેન્ટ એગ્રીગેટર્સ માટે નવી ફી જાહેર કરી છે. હવે UPI વ્યવહારો પર 0.02%થી 0.04% સુધી ચાર્જ લાગશે. મહત્તમ ચાર્જ ICICI એસ્ક્રો ખાતા માટે ₹6 અને અન્ય માટે ₹10 પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે.
8. SBI ક્રેડિટ કાર્ડ પર ફેરફાર
SBI ના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ધારકો માટે હવે જો પ્લન દુર્ઘટના કે કોઇ પણ હવાઇ અકસ્માત સર્જાયો તો વીમો મળશે નહીં. આ સુવિધા 11 ઓગસ્ટથી બંધ કરવામાં આવશે. RBI ની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 5થી 7 ઓગસ્ટ દરમ્યાન યોજાવાની છે. જેમાં રેપો રેટ અને વ્યાજદરોમાં બદલાવ થવાની શક્યતા છે, જેનાથી લોન અને બચત ખાતાઓના વ્યાજ દરો પ્રભાવિત થઈ શકે છે.
9. પંજાબ નેશનલ બેંક (PNB) KYC અપડેટ
PNB એ તેના ગ્રાહકોને 8 ઓગસ્ટ 2025 પહેલા તેમના બેંક ખાતાઓની KYC અપડેટ કરવા કહ્યું છે જેથી ખાતા સામાન્ય રીતે ચાલતા રહે. આ RBIના આદેશ અનુસાર કરવામાં આવી રહ્યું છે. આ KYC અપડેટ એવા ગ્રાહકો માટે જરૂરી છે જેમની KYC માહિતી 30 જૂન 2025 સુધીમાં અપડેટ કરવામાં આવી નથી.
10. FASTag વાર્ષિક પાસ
15 ઓગસ્ટ 2025 થી ખાનગી વાહન માલિકો માટે એક નવો FASTag વાર્ષિક પાસ ઉપલબ્ધ થશે. આ પાસ 3,000 રૂપિયામાં ઉપલબ્ધ થશે અને એક વર્ષ અથવા 200 ટોલ વ્યવહારો (જે પહેલા પૂર્ણ થાય) માટે માન્ય રહેશે. આ યોજના વારંવાર હાઇવે પર મુસાફરી કરતા લોકોને સરળ અને સસ્તું કરવા માટે લાવવામાં આવી છે. આ વાર્ષિક પાસ લેવો ફરજિયાત નથી, જેઓ ઈચ્છે છે તેઓ હાલની રીતે FASTag નો ઉપયોગ કરી શકે છે.