Google Pay, PhonePe, Paytm દ્વારા UPI પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર છે. NPCI 1 નવેમ્બર, 2024 થી UPI લાઇટમાં બે મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહી છે, જેનો લાભ વપરાશકર્તાઓને મળશે. 1 નવેમ્બરથી, યુઝર્સ હવે પહેલા કરતા વધુ પેમેન્ટ UPI લાઇટ દ્વારા કરી શકશે. RBIએ UPI Liteની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે. તે જ સમયે, જો UPI લાઇટનું બેલેન્સ ચોક્કસ મર્યાદાથી ઓછું હોય, તો વપરાશકર્તાનું ખાતું ઓટોટોપ-અપ થઈ જશે. આ સાથે, UPI લાઇટ દ્વારા કોઈપણ પ્રતિબંધ વિના ચુકવણી કરી શકાય છે.
Google Pay, PhonePe, Paytm સહિત તમામ UPI પેમેન્ટ પ્લેટફોર્મ UPI Lite સુવિધા આપે છે. UPI Lite એ ડિજિટલ વૉલેટ છે, જે PIN અથવા પાસવર્ડ વિના નાના વ્યવહારો કરવાની સ્વતંત્રતા આપે છે. UPI Lite વૉલેટમાં નાણાં ફરી ભરવા માટે, વપરાશકર્તાઓએ મેન્યુઅલી ટોપ-અપ કરવું પડશે. 1 નવેમ્બરથી નવા નિયમો અમલમાં આવ્યા બાદ યુઝર્સના વોલેટમાં ઓટોમેટિકલી ટોપ અપ થઈ જશે.