/connect-gujarat/media/post_banners/169d717d1f860681e741a7dbb9bb9dbc04aa751924fae2e8534de45759ccd0a5.webp)
ગુરુવારે સવારે CNGના ભાવમાં વધારો થયો છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ માટે CNGના ભાવમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, ત્રણ અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે CNGની કિંમતમાં વધારો થયો છે. નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે.
રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 75.59 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ આ કિંમત 74.59 રૂપિયા પ્રતિ કિલો હતી.
નોઈડામાં CNGની કિંમત વધીને 82.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ આ કિંમત 81.20 રૂપિયા પ્રતિ કિલો હતી.
ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં CNGની કિંમત વધીને 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ આ કિંમત 80.20 રૂપિયા પ્રતિ કિલો હતી.