રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું છે કે વર્તમાન દાયકાના અંત સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાની ધારણા છે. રેટિંગ એજન્સીના તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24 થી 2030-31 વચ્ચે અર્થતંત્ર આ દરે વૃદ્ધિ કરશે. આ દર 6.6 ટકાના રોગચાળા પહેલાના સરેરાશ વિકાસ દર કરતા થોડો વધારે છે.
CRISIL અનુસાર, મૂડી મુખ્યત્વે આ વલણમાં ફાળો આપશે. અહેવાલમાં જણાવાયું છે કે સરકારે બાંધકામ પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને રાજ્યોના રોકાણના પ્રયાસોને વેગ આપવા માટે વ્યાજમુક્ત લોન ઓફર કરી રહી છે.
ક્રિસિલે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં 7.3 ટકાની મજબૂત વૃદ્ધિ પછી આગામી નાણાકીય વર્ષમાં તે 6.4 ટકા રહેવાનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર, RBI વ્યાજ દરના મોરચે સાવધાન રહેશે, કારણ કે તેની નજર ફુગાવાને ચાર ટકાના સ્તરે લાવવા પર રહેશે.