/connect-gujarat/media/media_files/2025/08/22/sbiiii-2025-08-22-10-05-45.png)
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન) માં દેશનું અર્થતંત્ર 6.8 થી 7 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે.
આ RBI ના 6.5 ટકાના અંદાજ કરતા વધારે છે. પ્રથમ ક્વાર્ટર માટે GDP ડેટા 29 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. SBI એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, પ્રથમ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.9 ટકાની આસપાસ રહી શકે છે. ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) 6.5 ટકા હોવાનો અંદાજ છે. આ આગાહી આંકડાકીય રીતે પાછલા ક્વાર્ટર પર આધારિત છે.
જોકે, સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ 6.3 ટકા રહેવાનો અંદાજ છે અને તે RBI ના સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે 6.5 ટકાના લક્ષ્ય કરતાં ઓછી છે. રિપોર્ટમાં વાસ્તવિક અને નોમિનલ GDP વૃદ્ધિ વચ્ચે ઘટતા અંતરની પણ ચર્ચા કરવામાં આવી હતી. 2022-23 ના પ્રથમ ક્વાર્ટરમાં આ તફાવત 12 ટકા પોઈન્ટ હતો, જે 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ઘટીને 3.4 ટકા પોઈન્ટ થયો છે. પરિણામે, પ્રથમ ક્વાર્ટરમાં નોમિનલ જીડીપી 8 ટકા ઘટી શકે છે.