દિવાળી પહેલાં શેર બજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો...

દિવાળી પહેલાં શેરબજારથી સારા સંકેત મળી રહ્યાં છે. માત્ર મોટા ઈન્વેસ્ટર્સ નહીં નાના રોકાણકારો માટે પણ આ વખતે સ્ટોક માર્કેટ સારા સમાચાર લઈને આવ્યું છે.

New Update
દિવાળી પહેલાં શેર બજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો...

દિવાળી પહેલાં શેરબજારથી સારા સંકેત મળી રહ્યાં છે. માત્ર મોટા ઈન્વેસ્ટર્સ નહીં નાના રોકાણકારો માટે પણ આ વખતે સ્ટોક માર્કેટ સારા સમાચાર લઈને આવ્યું છે. દિવાળી પહેલાં શુક્રવારે શેરબજારની ધમાકેદાર શરૂઆત રોકાણકારોને સારા રોકાણની આશા જગાવી છે.

કોરોના બાદની આ દિવાળી સારી રહેશે એવા સંકેતો પણ આ શુક્રવાર આપી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ શેર બજારની મજબૂત શરૂઆત થઈ. સેન્સેક્સ એક સાથે 1 હજાર પોઈન્ટને પાર પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતો સાથે સ્થાનિક શેરબજારે શુક્રવારે મજબૂત શરૂઆત કરી. ચોતરફ ખરીદીને કારણે બજારને તેજી મળી છે. બેંક, ઓટો, આઇટી, મેટલ સહિત તમામ સેક્ટરમાં જબરદસ્ત ખરીદી છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 2.22%, નિફ્ટી આઈટી 2.24% વધ્યો છે. સેન્સેક્સ 1,087 પોઈન્ટ વધીને 58,322 પોઈન્ટ પર ખુલ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીએ 308 પોઈન્ટના વધારા સાથે 17322ના સ્તરે શરૂઆત કરી હતી. નિફ્ટી 50માંથી 50 શેર લીલા નિશાનમાં છે. સાથે જ ઇન્ફોસિસે સારા Q2 પરિણામો પછી જબરદસ્ત વેગ મળ્યો છે. ટ્રેડિંગ દરમિયાન શેર 4% સુધી વધ્યો. તમને જણાવી દઈએ કે, ગુરુવારે યુએસ બજારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. ડાઓ 827 પોઇન્ટ ઉછળીને દિવસના ઉચ્ચ સ્તરે બંધ થયો હતો. Nasdaq, S&P 500 6 દિવસના ઘટાડા પછી 2.2-2.6% વધ્યો છે.

Latest Stories