Connect Gujarat
બિઝનેસ

અમેરિકન શેરબજાર 22 મહિનાના નીચલા સ્તરે જતા ભારતીય શેરબજારમાં હાહાકાર

વૈશ્વિક બજારમાં ખરાબ મૂડથી નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં હાહાકાર મચ્યો છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ બંને પ્રમુખ સૂચકઆંક કડાકા સાથે ખુલ્યા.

અમેરિકન શેરબજાર 22 મહિનાના નીચલા સ્તરે જતા ભારતીય શેરબજારમાં હાહાકાર
X

વૈશ્વિક બજારમાં ખરાબ મૂડથી નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં હાહાકાર મચ્યો છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ બંને પ્રમુખ સૂચકઆંક કડાકા સાથે ખુલ્યા. 30 શેર વાળો બીએસઈ સેન્સેક્સ 573.89 પોઈન્ટ તૂટીને 57,525 ના સ્તરે ખુલ્યો હતો જ્યારે 50 અંક વાળો એનએસઈ સૂચકઆંક નિફ્ટી પણ 172.30 પોઈન્ટ તૂટીને 17155 ના સ્તરે ખુલ્યો.બીજી બાજુ મંદીની આહટ અને ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દર વધારવામાં આવ્યા બાદ ગ્લોબલ માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ શુક્રવારે 486 અંક ઘટીને 29,590 ના સ્તરે આવી ગયો. આ ડાઉ જોન્સ ના 22 મહિનાનું નીચલું સ્તર છે. જ્યારે નાસ્ડેક 199 અંકના ઘટાડા સાથે 10,868 અંકના સ્તરે જોવા મળ્યો.SGX માં લગભગ 180 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ ફ્યુચર માં પણ લગભગ 170 પોઈન્ટનો ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટોપ ગેઈનર્સમાં એચયુએલ, નેસ્લે, બ્રિટાનિયા, એશિયન પેઈન્ટ્સ, ઇન્ફોસિસ શેર સામેલ છે. ટોપ લૂઝર્સ માં ટોપ લૂઝર્સ માં પાવર ગ્રિડ કોર્પ, હિન્દાલ્કો, એપોલો હોસ્પિટલ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, એમ&એમ, NTPC ના શેર જોવા મળી રહ્યા છે.

Next Story