રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વિદેશી મુદ્રા ભંડાર સંબંધિત નવીનતમ ડેટા જાહેર કરવામાં આવ્યો છે.આ આંકડાઓ અનુસાર, સતત પાંચમા સપ્તાહે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં નોંધપાત્ર વધારો થયો છે. 22મી માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર વધીને $642.631 અબજ થઈ ગયું છે. આ અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે.
પાંચમા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $140 મિલિયનનો વધારો જોવા મળ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે આ માહિતી આપી હતી. અગાઉ 2021માં વિદેશી મુદ્રા ભંડારનું સર્વોચ્ચ સ્તર જોવા મળ્યું હતું. તે સમયગાળા દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર US $642.453 બિલિયન સુધી પહોંચી ગયો હતો.