ગયા અઠવાડિયે 8 કંપનીઓના એમ-કેપમાં વધારો , HDFC બેન્ક-TCS ટોપ ગેઇનર

ગયા સપ્તાહે શેરબજારની ટોપ-10 કંપનીઓમાંથી 8 કંપનીઓના એમ-કેપમાં વધારો થયો છે. આ 8 કંપનીઓના એમ-કેપમાં સામૂહિક રીતે રૂ. 1,55,603.45 કરોડનો વધારો થયો છે.

New Update
a
Advertisment

ગયા સપ્તાહે શેરબજારની ટોપ-10 કંપનીઓમાંથી 8 કંપનીઓના એમ-કેપમાં વધારો થયો છે. આ 8 કંપનીઓના એમ-કેપમાં સામૂહિક રીતે રૂ. 1,55,603.45 કરોડનો વધારો થયો છે. માર્કેટમાં ટોપ ગેઇનર્સ એચડીએફસી બેંક અને ટીસીએસ હતા. જોકે, એલઆઈસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ લોઝર હતા.

Advertisment

આ કંપનીઓના એમ-કેપમાં વધારો

  • એચડીએફસી બેંકના એમ-કેપમાં સૌથી વધુ વધારો થયો છે. ગયા સપ્તાહે કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ. 40,392.91 કરોડ વધીને રૂ. 13,34,418.14 કરોડ થયું હતું.

  • ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટકેપ રૂ. 36,036.15 કરોડથી વધીને રૂ. 15,36,149.51 કરોડ થયું છે.

  • ICICI બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 16,266.54 કરોડ વધીને રૂ. 9,01,866.22 કરોડ થયું હતું.

  • ઇન્ફોસિસની માર્કેટ મૂડી રૂ. 16,189.33 કરોડ વધીને રૂ. 7,90,151.83 કરોડ થઈ છે.

  • હિન્દુસ્તાન યુનિલિવરનો એમકેપ રૂ. 13,239.95 કરોડ વધીને રૂ. 5,74,569.05 કરોડ થયો હતો.

  • ITCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 11,508.91 કરોડ વધીને રૂ. 5,94,272.93 કરોડ થયું છે.

  • ભારતી એરટેલનો એમકેપ રૂ. 11,260.11 કરોડ વધીને રૂ. 8,94,068.84 કરોડ થયો છે.

  • સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું માર્કેટ વેલ્યુએશન રૂ. 10,709.55 કરોડ વધીને રૂ. 7,28,293.62 કરોડ થયું છે.

ગયા સપ્તાહે માત્ર LIC અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમ-કેપમાં ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ રૂ. 2,368.16 કરોડ ઘટીને રૂ. 17,13,130.75 કરોડ થયું હતું. તે જ સમયે, LICનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 11,954.24 કરોડ ઘટીને રૂ. 5,62,545.30 કરોડ થયું છે.

ટોપ-10 કંપનીઓનું રેન્કિંગ શું છે?

એમ-કેપમાં ઘટાડા પછી પણ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શેરબજારમાં ટોચની પેઢી છે. આ પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ITC, હિન્દુસ્તાન યુનિલિવર અને LICનો નંબર આવે છે.

Latest Stories