બજાર મામૂલી વધારા સાથે બંધ, સેન્સેક્સ 145 અને નિફ્ટી 84 પોઈન્ટનો ઉછાળો

15 જુલાઈ, 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં તેજીનો તબક્કો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીએ આજના ટ્રેડિંગ સેશનમાં મજબૂત વધારો ચાલુ રાખ્યો હતો.

share markett
New Update

15 જુલાઈ, 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં તેજીનો તબક્કો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીએ આજના ટ્રેડિંગ સેશનમાં મજબૂત વધારો ચાલુ રાખ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં જ નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈને સ્પર્શ કર્યો હતો.

સેન્સેક્સ 145.52 પોઈન્ટ અથવા 0.18 ટકા વધીને 80,664.86 પર બંધ થયો હતો. નિફ્ટી 84.55 પોઈન્ટ્સ અથવા 0.35 ટકાના વધારા સાથે 24,586.70 પર બંધ રહ્યો હતો.

આજે IT સિવાય અન્ય તમામ ક્ષેત્રોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. ઓટો, ફાર્મા, રિયલ્ટી, ઓઇલ અને ગેસ સેક્ટરના સૂચકાંકોમાં 1 થી 3 ટકાનો વધારો થયો છે. BSE મિડકેપ 1 ટકા અને BSE સ્મોલકેપ 0.2 ટકા વધ્યા છે.

આ શેર્સ ટોપ ગેઇનર્સ 

નિફ્ટી શેરોમાં ઓએનજીસી, શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, બજાજ ઓટો અને એસબીઆઈ ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે એલટીઆઈમિન્ડટ્રી, એશિયન પેઈન્ટ્સ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને એક્સિસ બેન્ક ટોપ લોઝર હતા.

#CGNews #Share Market #Stock Market #Nifty #Sensex #closed
Here are a few more articles:
Read the Next Article