New Update
/connect-gujarat/media/post_banners/b21000e411a2cf7e58c502dd6db18c4ebbcd6c4c849b96bb2158df12e91a49b1.webp)
ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે સુવર્ણ તબક્કો ચાલી રહ્યો છે. માર્કેટ દરરોજ નવી ઊંચાઈ સાથે ખુલી રહ્યું છે. મંગળવારે પણ, બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી બંને ખુલીને નવી ઊંચાઈને સ્પર્શ્યા હતા.
BSE સેન્સેક્સ પણ 67,088ની સર્વકાલીન ઉચ્ચ સપાટીને સ્પર્શીને ખુલ્યો હતો. સમાચાર લખાય છે ત્યારે સેન્સેક્સ 247.20 પોઈન્ટ અથવા 0.34 ટકા વધીને 67,042.55 પર ટ્રેડ કરી રહ્યો હતો અને NSE નિફ્ટી 56.05 પોઈન્ટ અથવા 0.28 ટકા વધીને 19,805.80 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટીએ શરૂઆતના કારોબારમાં 19,829ની સર્વકાલીન ઉચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.
Latest Stories