સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા બજાર સપાટ ખુલ્યું, સેન્સેક્સમાં વધારો

14 ઓગસ્ટ, 2024 ના રોજ, શેરબજારના બંને સૂચકાંકો મર્યાદિત શ્રેણીમાં ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા બે સત્રોથી બજારમાં અસ્થિર વેપાર રહ્યો હતો.

New Update
Huge rally in Indian stock market, Sensex crosses 80,000

14 ઓગસ્ટ, 2024 ના રોજ, શેરબજારના બંને સૂચકાંકો મર્યાદિત શ્રેણીમાં ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા બે સત્રોથી બજારમાં અસ્થિર વેપાર રહ્યો હતો. હિંડનબર્ગ રિક્ટર્સના આરોપોને કારણે સોમવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. HDFC બેંકના શેરમાં વેચવાલીથી મંગળવારે બજારમાં વેચવાલી જોવા મળી હતી.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 71.30 પોઈન્ટ અથવા 0.09 ટકાના વધારા સાથે 79,027.33 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ 6.90 પોઈન્ટ અથવા 0.03 ટકાના વધારા સાથે 24,145.90 પર પહોંચી ગયો.

ટોપ ગેનર અને લુઝર શેર

સેન્સેક્સમાં એચસીએલ ટેક્નોલોજીસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એનટીપીસીના શેરમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. બીજી તરફ અલ્ટ્રાટેક સિમેન્ટ, ICICI બેન્ક, અદાણી પોર્ટ્સ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

Read the Next Article

સોનું ફરી થયું મોંઘું ! ચાંદીના ભાવ પણ ઉછળ્યા, જાણો આજનો લેટેસ્ટ ભાવ

શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 12 જુલાઈએ સોનાના ભાવમાં મોટો ઉછાળો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

New Update
goldpricetoday

શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 12 જુલાઈએ સોનાના ભાવમાં મોટો ઉછાળો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 12 જુલાઈએ સોનાના ભાવમાં મોટો ઉછાળો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.

12 જુલાઈ શનિવારના રોજ સોનાના ભાવમાં આજે મોટો ઉછાળો આવ્યો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,160 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,760 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,010 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,810 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,060 રૂપિયા છે.

સોનાની સાથે આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આજે 12 જુલાઈ શુક્રવારના રોજ ચાંદીનો ભાવ 1,11,100 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

Business | Today Gold Price | Gold and silver 

Latest Stories