મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, ઇસમે કરી 20 કરોડ રૂપિયાની માંગણી...

ભારતના સૌથી ધનિક વ્યકતી મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

New Update
મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, ઇસમે કરી 20 કરોડ રૂપિયાની માંગણી...

ભારતના સૌથી ધનિક વ્યકતી મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એક અજાણ્યા ઇસમે મેઈલ દ્વારા મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ સાથે જ આ ઇસમે 20 કરોડ રૂપિયા પણ માગ્યા છે. 20 કરોડ રૂપિયા ન આપવાના બદલામાં વ્યક્તિએ લખ્યુ છે કે, તે તેમને મારી નાંખશે. આ વ્યક્તિએ ઈમેલમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેની પાસે શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે. આ તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીને તેમના ઈમેલ આઈડી પર ઈન્બોક્સમાં એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે, જો મુકેશ અંબાણી એ અજાણ્યા વ્યક્તિને 20 કરોડ રૂપિયા નહીં આપે તો તે તેમને મારી નાખશે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, વ્યક્તિ પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સમાંથી એક છે. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને આ અંગે જાણકારી આપી છે. સમગ્ર મામલે ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. 

Latest Stories