Connect Gujarat
બિઝનેસ

નર્મદા: ચૈતર વસાવા 3 દિવસના પોલીસ રિમાન્ડ પર,ગોપાલ ઇટાલિયાએ વકીલ બની દલીલ કરી

બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીઓને માર મારવાના મારવાના મામલામાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

X

નર્મદાની દેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીઓને માર મારવાના મારવાના મામલામાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

નર્મદાની દેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 40 દિવસ બાદ નાટયાત્મક ઢબે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. તેઓ વનકર્મીઓને માર મારવાના અને હવામાં ગોળીબાર કરવાના ગુનામાં ફરાર હતા. પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આજે 11 વાગ્યે દેડિયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરી હતી. પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલ મુકેશ ચૌહાણ સરકારની તરફેણમાં દલીલ કરી રહ્યા છે. બંને વચ્ચે 30 મિનિટ સુધી દલીલો ચાલી હતી.AAP નેતા અને વકીલ ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાની તરફેણમાં દલીલ કરી હતી કે આ કેસ ખોટો છે. જો કેસ સાચો હોય તો હવામાં ફાયરિંગ કરી અને પૈસા લીધા તેના પુરાવા લાવો. વધુમાં ઇટાલિયાએ દલીલ કરી કે જો કેસ સાચો જ હતો તો આટલી મોડી FIR કેમ કરી. પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધારાસભ્યને કોઈપણ તકલીફ ના પડે એવા સૂચન સાથે નામદાર જજે 18 ડિસેમ્બર બપોરના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

Next Story