મંગળવારે શેરબજારમાં નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો..!

New Update
મંગળવારે શેરબજારમાં નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો..!

મંગળવારે શેરબજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં માર્કેટ રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આજે સેન્સેક્સ 141.17 પોઈન્ટ અથવા 0.19 ટકા ઘટીને 73,186.77 પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 40.20 પોઈન્ટ અથવા 0.18 ટકા ઘટીને 22,057.30 પોઈન્ટ પર પહોંચ્યો હતો. સમાચાર લખાય છે ત્યારે NSE પર લગભગ 1600 શેર લીલા નિશાનમાં અને 697 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

BPCL, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલના શેરો નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે, વિપ્રો, આઈશર મોટર્સ, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા અને એનટીપીસીના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

Latest Stories