વૈશ્વિક બજારમાંથી મળેલા હકારાત્મક સંકેતોને પગલે ગુરુવારે આજે ભારતીય શેરબજારના પ્રમુખ સૂચકઆંક ગઈ કાલના કડાકાને બાજુમાં મૂકી આજે લીલા નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમાં જોવા મળ્યા હતા
ચાર દિવસની તેજી બાદ બુધવારે વેચવાલીને પગલે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. આજે સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ 107.4 અંકની તેજી સાથે 60,454.37 ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી પણ 33 અંકના વધારા સાથે 18,046.35 ના સ્તરે ખુલ્યો. હાલ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજીમાં જોવા મળી રહ્યા છે. નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં મારુતિ સુઝૂકી, આઈશર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, કોલ ઈન્ડિયા, લાર્સન શેર હાલ જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, એનટીપીસી, લાર્સન, એમ&એમના શેર જોવા મળ્યા છે.
જ્યારે નિફ્ટી ટોપ લૂઝર્સ માં હિન્દાલ્કો, ઈન્ફોસિસ, સિપ્લા, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ શેર જોવા મળે છે જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સ માં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંકના શેર જોવા મળી રહ્યા છે પણ આજે નબળાઈ બાદ મજબૂતી જોવા મળતા રોકાણકારો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે