એપલની લેટેસ્ટ iPhone સિરીઝ iPhone 16 સિરીઝનું વેચાણ આજથી ભારતમાં શરૂ

Featured | બિઝનેસ | સમાચાર, એપલની લેટેસ્ટ iPhone સિરીઝ iPhone 16 સિરીઝનું પહેલું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ રહ્યું છે. જેના માટે મુંબઈના BKC ખાતે એપલ સ્ટોર

New Update
iphone16

એપલની લેટેસ્ટ iPhone સિરીઝ iPhone 16 સિરીઝનું પહેલું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ રહ્યું છે. જેના માટે મુંબઈના BKC ખાતે એપલ સ્ટોરની બહાર એક વિશાળ ભીડ એકઠી થઈ છે. આ ભારતનો પ્રથમ એપલ સ્ટોર છે. મુંબઈના આ સ્ટોર બહાર કલાકોથી લોકો લાઈન લગાવીને ઉભા છે. આ શ્રેણીમાં ચાર મોડલ શામેલ છે: iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max. આ વેચાણ Appleના સત્તાવાર સ્ટોર્સ, ઓનલાઈન પ્લેટફોર્મ અને અન્ય અધિકૃત રિટેલર્સ પર ઉપલબ્ધ છે.

મુંબઈ સ્થિત Apple BKC અને દિલ્હી સ્થિત Apple Saket ના ઑફલાઇન સ્ટોર્સ પરથી ગ્રાહકો આજે Appleના આ નવા મૉડલ ખરીદી શકે છે. આ ઉપરાંત, તેઓ કેટલાક પસંદગીના થર્ડ પાર્ટી રિટેલર્સ દ્વારા પણ ખરીદી શકાય છે. એપલ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા તમે આજે એપલનો નવો આઈફોન પણ ખરીદી શકો છો.

મુંબઈ એપલ સ્ટોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોમાં આઇફોન ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અહીં લોકો iPhone ખરીદવા માટે લાંબી લાઈનો લગાવી છે.

 

Latest Stories