દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજદરોમાં વધારો કર્યો છે. SBIએ FD પર 46 દિવસથી 179 દિવસનો વ્યાજદર 4.75% થી વધારીને 5.50% કર્યો છે.
જ્યારે 180 દિવસથી 210 દિવસની FD પર હવે 5.75%ને બદલે 6.00% છે.
તેવી જ રીતે 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળાની પાકતી મુદતની FD પર હવે 6.00%ને બદલે 6.25% વ્યાજ મળશે. બાકીના સમયગાળા માટે વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વ્યાજદર 15 મેથી લાગુ થઈ ગયા છે. આ વ્યાજદર 2 કરોડથી ઓછીની FD માટે છે.
FDમાંથી મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સેબલ હોય છે. તમે એક વર્ષમાં FD પર જે પણ વ્યાજ મેળવો છો તે તમારી વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે. કુલ આવકના આધારે તમારો ટેક્સ સ્લેબ નક્કી થાય છે. જોકે FD પર મેળવેલ વ્યાજની આવક "ઇનકમ ફ્રોમ અધર સોર્સિસ" ગણવામાં આવે છે.
એટલે તેને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અથવા TDS હેઠળ વસૂલવામાં આવે છે. જ્યારે તમારી બેંક તમારા વ્યાજની આવક તમારા ખાતામાં જમા કરે છે, ત્યારે તે જ સમયે TDS કાપવામાં આવે છે.