Connect Gujarat
બિઝનેસ

"સ્ટોક માર્કેટ" બંધ : ફુગાવાના આંકડાથી બજાર નિરાશ, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાને બંધ...

ભારતીય શેરબજારો ગુરુવારે મોટા ઘટાડા સાથે બંધ થયા છે. BSE સેન્સેક્સ 390 પોઈન્ટ ઘટીને 57,235 પોઈન્ટ અને નિફ્ટી 109 પોઈન્ટ ઘટીને 17,014 પોઈન્ટ પર બંધ થયો હતો.

સ્ટોક માર્કેટ બંધ : ફુગાવાના આંકડાથી બજાર નિરાશ, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાને બંધ...
X

ભારતીય શેરબજારો ગુરુવારે મોટા ઘટાડા સાથે બંધ થયા છે. BSE સેન્સેક્સ 390 પોઈન્ટ ઘટીને 57,235 પોઈન્ટ અને નિફ્ટી 109 પોઈન્ટ ઘટીને 17,014 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે સમગ્ર ટ્રેડિંગ સેશનમાં ઘટાડાનું વર્ચસ્વ હતું, અને તે સત્રના અંત સુધી દબાણ હેઠળ રહ્યું હતું.

નિફ્ટી ઈન્ડેક્સમાં ફાર્મા, મેટલ, મીડિયા સિવાય અન્ય તમામ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા છે. સૌથી વધુ ઘટાડો આઇટી, સરકારી બેંકો, ખાનગી બેંકો, ઇન્ફ્રા, ફિન સર્વિસ ઇન્ડેક્સમાં જોવા મળ્યો હતો. નિફ્ટી પેકમાં HCL ટેક, સન ફાર્મા, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, બ્રિટાનિયા, ગ્રાસિમ, આઈશર મોટર્સ, હિન્દાલ્કો અને ડૉ. રેડ્ડી લેબ્સ, રિલાયન્સ, ટીસીએસનો સમાવેશ થાય છે. વિપ્રો, અદાણી પોર્ટ, એસબીઆઈ, એલએન્ડટી અને આઈસીઆઈસીઆઈ બેંક ઘટનારાઓમાં હતા. આ ઉપરાંત સેન્સેક્સ પેકમાં એચસીએલ ટેક, સન ફાર્મા, ડો રેડ્ડી લેબ્સ, રિલાયન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એનટીપીસીનો સમાવેશ થાય છે. વિપ્રો, એસબીઆઈ, એલએન્ડટી, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન બેંક, બજાજ ફાઈનાન્સ અને એચડીએફડી બેંક ઘટનારાઓમાં હતા.

Next Story