એપ્રિલના પ્રથમ દિવસે શેરબજાર રેકોર્ડ હાઈ પર બંધ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યા.

માર્ચના છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં શેરબજાર માત્ર 3 દિવસ જ ખુલ્યું હતું. ગયા સપ્તાહે શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું.

New Update
એપ્રિલના પ્રથમ દિવસે શેરબજાર રેકોર્ડ હાઈ પર બંધ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યા.

માર્ચના છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં શેરબજાર માત્ર 3 દિવસ જ ખુલ્યું હતું. ગયા સપ્તાહે શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું. આજથી એપ્રિલ મહિનો શરૂ થયો છે. આ સાથે નવા કારોબારી વર્ષની પણ શરૂઆત થઈ ગઈ છે.

આજે સવારના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 363.20 પોઈન્ટના વધારા સાથે 74,014.55 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 135.10 પોઈન્ટ વધીને 22,462.00 પોઈન્ટ પર પહોંચ્યો હતો. આજે ઓટો સેક્ટર સિવાય અન્ય સેક્ટરના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. BSE મિડકેપ ઇન્ડેક્સ 1.6 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 3 ટકા ઉપર છે.

Latest Stories