Connect Gujarat
બિઝનેસ

શેર બજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે બંધ

ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાનો અંતિમ દિવસ મિશ્ર રહ્યો છે. આજે સવારે બજાર લાલ નિશાન પર ખુલ્યું હતું અને દિવસભર ટ્રેડિંગ સેશન બાદ ગ્રીન નિશાન પર બંધ થયું હતું.

શેર બજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે બંધ
X

ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાનો અંતિમ દિવસ મિશ્ર રહ્યો છે. આજે સવારે બજાર લાલ નિશાન પર ખુલ્યું હતું અને દિવસભર ટ્રેડિંગ સેશન બાદ ગ્રીન નિશાન પર બંધ થયું હતું. આજનો કારોબાર પૂર્ણ થયા બાદ મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ લગભગ 134.47 પોઇન્ટ એટલે 0.23 ટકાની તેજી સાથે 59,467.07 પોઇન્ટ પર બંધ થયો છે.વિશ્વના ગ્લોબલ માર્કેટ માંથી મળેલા સુસ્ત સંકેતોથી સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઘરેલુ સ્થાનિક બજારમાં શરૂઆતથી જ ઘટાડાનો સિલ સિલો જોવા મળ્યો. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે કારોબાર કર્યો. કારોબારી સત્રની શરૂઆતમાં 30 પોઇન્ટ વાળા સેન્સેક્સ 96 પોઇન્ટ ઘટીને 59,236 ના સ્તર પર ખુલ્યો.

તો બીજી તરફ 50 પોઇન્ટ વાળો નિફ્ટી સપાટ ખુલ્યો. પરંતુ થોડીવારમાં જ તેમાં 22 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ અઠવાડિયાના અંતિમ સપ્તાહના દિવસ ગ્લોબલ માર્કેટમાંથી સુસ્ત સંકેત મળી રહ્યા છે. ગુરૂવારે ડાઉજોન્સ માં સામાન્ય તેજી જોવા મળી અને આ દિવસની ઉંચાઇથી 300 પોઇન્ટ સરકીને બંધ થયો. તો બીજી તરફ નાસ્ડેકમાં 0.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો એલઆઇસી શેર આજે પણ 0.40 ટકાની તેજી સાથે 683.00 પર બંધ થયો છે.

Next Story