કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારે જોરદાર વાપસી કરી છે. સોમવારે ઘટાડા પછી, સેન્સેક્સ અને નિફ્ટીએ 25 ઓક્ટોબર, બુધવારે શરૂઆતના વેપારમાં રોકાણકારોને પ્રોત્સાહન આપ્યું હતું.
શરૂઆતના વેપારમાં, સેન્સેક્સ 193.64 પોઈન્ટ વધીને 64,765.52 પર અને નિફ્ટી 54.55 પોઈન્ટ વધીને 19,336.30 પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી 123 પોઈન્ટના વધારા સાથે 43,274 પર ટ્રેડ કરી રહ્યો છે.BSE મિડ કેપ 92 પોઈન્ટના વધારા સાથે 31,163 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે BSE સ્મોલ કેપ 134 પોઈન્ટના વધારા સાથે 36,739 પર ટ્રેડ કરી રહ્યો છે.
જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજીસ, કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એક્સિસ બેંક અત્યાર સુધી ટોપ ગેઇનર છે. ઇન્ફોસિસ, NTPC, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાઇટન અત્યાર સુધી ટોપ લૂઝર છે.
હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, એલટીમિન્ટ્રી, કોટક મહિન્દ્રાના શેર અત્યાર સુધી ટોપ ગેનર રહ્યા છે. જ્યારે એચડીએફસી લાઈફ, સિપ્લા, ઈન્ફોસિસ, અપોલો હોસ્પિટલ, એનટીપીસી, પાવર ગ્રીડના શેર અત્યાર સુધી ટોપ લુઝર રહ્યા છે.