ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, એલોન મસ્કે પૂણેમાં લીઝ પર લીધી ઓફિસ, દર મહિને ચૂકવશે આટલી રકમ........

એલન મસ્કની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પુણેના પંચશીલ બિઝનેસ પાર્કમાં ઓફિસની જગ્યા ભાડે લીધી છે.

ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, એલોન મસ્કે પૂણેમાં લીઝ પર લીધી ઓફિસ, દર મહિને ચૂકવશે આટલી રકમ........
New Update

ટેસ્લા ભારતમાં તેના મોટર વ્હીકલ બિઝનેસને વિકસાવવા માંગે છે. એલન મસ્કની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પુણેના પંચશીલ બિઝનેસ પાર્કમાં ઓફિસની જગ્યા ભાડે લીધી છે. ટેસ્લાના એક્ઝિક્યુટિવ્સનું પ્રતિનિધિમંડળ ભારતમાં તેની ઈલેક્ટ્રિક કારના વેચાણ માટેના પ્રોત્સાહનો અને લાભો અંગે ચર્ચા કરવા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને મળ્યા પછી કંપની દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. ઓફિસની જગ્યા ટેસ્લાની ભારતીય પેટાકંપની તરફથી પાંચ વર્ષ માટે લીઝ પર લેવામાં આવી છે. ટેસ્લાની પેટાકંપનીએ પંચશીલ બિઝનેસ પાર્કમાં બી વિંગના પહેલા માળે 5,580 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ લીધી છે. આ ડીલ ટેબલસ્પેસ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ સાથે કરવામાં આવી છે. તેનું ભાડું 1 ઓક્ટોબર, 2023થી શરૂ થશે અને બંને કંપનીઓ દર વર્ષે 5 ટકાના વધારા સાથે 36 મહિનાના લોક-ઇન પિરિયડ પર સંમત થઈ છે. જો આ કંપની ઈચ્છે તો તે વધુ પાંચ વર્ષ માટે લીઝ વધારી શકે છે. મળેલી માહિતી મુજબ ટેસ્લા 60 મહિના માટે જગ્યા ભાડે લેવા માટે 11.65 લાખ રૂપિયાનું માસિક ભાડું અને 34.95 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવશે. પંચશીલ બિઝનેસ પાર્ક હાલમાં નિર્માણાધીન છે અને તેની કુલ સાઈઝ 10,77,181 ચોરસ ફૂટ છે.

#India #Connect Gujarat #BeyondJustNews #Elon Musk #office #Pune #Tesla's #leased
Here are a few more articles:
Read the Next Article